info@7gamkps.com | 8347576535
ટેક્નોલોજીના આ યુગમાં આપનું ભાવભીનું સ્વાગત છે. જે સમાજની માનસિકતા કૂપમંડૂકતા જેવી છે તે સમાજ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી પણ અધોગતિ ચોકકસ કરે છે.જે સમાજ સમય સાથે કદમ નથી મિલાવતો તે સમાજ ની પ્રગતિ રૂંધાય છે,આજની યુવા પેઢીને ઈન્ટરનેટ સાથે જોડવી તે આપની  નૈતિક ફરજ છે,આજની યુવા પેઢી સમાજ અને દેશનું ભવિષ્ય છે. 

 શ્રી સાત ગામ કડવા પાટીદાર પ્રગતિ સમાજ (દ.ગુ) સુરત તરફથી તા.૨૪/૧૨/૨૦૧૭ ના રોજ આ વેબસાઈટ આપના કરકમલોમાં મૂકતા ખૂબ જ હર્ષ અને રોમાંચ અનુભવીએ છીએ અને સમયાનુસાર આ વેબસાઈટ આપ સુધી પહોચાડવાનો અમારા જીવનમાં શુભયોગ ઘડવા બદલ પ્રભુનો અભાર માનીએ છીએ. 
  
 સમયના વહેણ સાથે મંડળના લગભગ દરેક સભ્યો સાથે આત્મીયતા કેળવવાના પ્રસંગો સાંપડ્યા અને સર્વેની ઉષ્મા અને પ્રેમભરી હૂંફનો અનુભવ થયો. મંડળની વૃધ્ધિ થઈને પરિપકવતા ની શરૂઆત થઈ છે. તે માટે આપ સૌનો સહકાર જ જવાબદાર બની રહ્યો છે. 

આ વેબસાઈટ બનાવવા માટે થોડા સમયથી વાત ચાલી રહી હતી અને એ જરૂરિયાત તથા ફરજ સમજીને તેનું કાર્ય અમોએ પૂર્ણ કર્યું છે.આમાં કંઈપણ યથાર્થ છે તો તે આપ સૌની ભાવના,લાગણી, સાથ,સહકાર અને આદર્શ છે.જો આ વેબસાઈટમાં કંઈપણ ખામી અથવા ભૂલ હોય તો તે અમારી કાર્યક્ષમતાની કચાશ છે અને આપ સર્વે ઉદાર દિલથી તેને ક્ષમ્ય ગણશો તેવી અભ્યર્થના છે. 

આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે તરવરીયા,જાગૃત,સમાજસેવી,સક્રિય અને થનગનતા યુવાનો આગળ આવીને મંડળની જવાબદારીઓમાં ભાગીદાર બને કે જેથી મંડળનું ભવિષ્ય હમેશાં શુભમંગલ અને સાર્થક બની રહે. 

આ વેબસાઈટ બનાવવામાં તન,મન,ધનથી હૃદયપૂર્વક સહકાર આપનાર તથા અમોને જે સહકાર્યકરોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ અને સહકાર આપ્યો છે તે સૌનો અમો અત્મીયતાપુર્વક હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ, 
  
આપ સૌના ઉજ્જવલ ભવિષ્યની મનોકામના સાથે આપના જ  
પ્રમુખશ્રી, શ્રી કચરાલાલ પ્રભુદાસ પટેલ
વર્તમાનઝડપી યુગમાં આપણે સૌ માદરે વતન છોડી નોકરી- ધંધાર્થે દક્ષિણ ગુજરાતના  વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બારડોલી, નવસારી, વાપી સુધીના મૂળ ગામો (કંથરાવી, બલોલ, કોલવડા, પંચોટ , વિસનગર, મહેસાણા, લાછડી, લાડોલ) માંથી આવીને અહી વસવાટ કયોં છે,
“સંપ ત્યાં જંપ” અને “ઝાઝા હાથ  રળીયામણા” એ  ઉક્તિને ચરિતાર્થ કરવા દરેક સમાજમાં કોઈને કોઈ વિચારશીલ અને વિકાસ શીલ હોવાથી સમાજ ને માટે ચિંતન કરતું હોય છે. 
 મુલભૂત રીતે તો ઈશ્વરીય સંકેત થી કોઈ રચનાત્મક વિચાર ઉદભવતો હોય છે. આવી શૃંખલામાં આપના સમાજના વડીલો એ સાત ના સમાજનું સુરત એટલેકે સમગ્ર દક્ષિણ ગુજરાતનું સમાજ કલ્યાણ ના હેતુને ચરીતાર્થ કરવા મંડળ ની રચના કરવા નું વિચાર્યું ખાસ કરીનેમંડળ
 ના વિવિધ હેતુઓને ધ્યાન માં રાખીને તેનું બંધારણ બનાવ્યું અને વડોદરા થી વાપીના મિત્રો ના અભિપ્રાયો મેળવ્યા ,લાંબી ચર્ચા ને અંતે લગભગ વર્ષ ૧૯૯૩ માંઆપનું આ મંડળ શ્રી સાત ગામ કડવા પાટીદાર સમાજ  સેવા મંડળ સુરત, એ નામથી કરવા આપ સૌ ભાગ્યાશાળી રહ્યા હતા.

આજના પ્રગતિ શીલયુગમાં વ્યક્તિ ના વિકાસ અને પ્રગતિમાં મિત્ર, કુટુંબ, જ્ઞાતિ, સંસ્થા અને મંડળ એકબીજા ને મદદરૂપ થઇ પડે છે. છેલ્લા અમુક વરસો ના ગાળામાં અનેક પ્રકારની પ્રવુતિઓં કરી સમાજે એક કુમળા નાના છોડમાંથી વિશાલ વટવૃક્ષ રૂપ ધારણ કરેલ છે.
અને તમામ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરેલ છે.
સમાજના માધ્યમ દ્વવારા સમાજના લોકોનો આર્થિક,સામાજીક,શૈક્ષણિક પ્રગતિ થઇ શકે છે એનું જવલંત ઉદાહરણ આપણો સમાજ છે, આપણા સમાજે શૂન્યમાંથી સર્જન કર્યું છે, એમ કહેવાય કે સુરત સમાજ એટલે 
“ અલખનો ઓટલો “સેવાના કોઈ પણ કાર્યમાં સુરત હંમેશા અગ્રેસર રહયું છે એટલે સેવા-સહકાર અને સંગઠન એના લોહીમાં વણાઈ ગયેલા છે.
ઉપ પ્રમુખ શ્રી, શ્રી મણીલાલ આત્મારામદાસ પટેલ તથા શ્રી સુરેશચંદ્ર અમૃતલાલ પટેલ